Shocking! પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો ખાસ વાંચે આ ચોંકાવનારો કિસ્સો
ગ્વાલિયરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભેંસે રસ્તા પર જ પોદળો (Dung) કરી નાખતા તેનો માલિક હેરાન પરેશાન થઈ ગયો.
વૈભવ શર્મા/ ગ્વાલિયર: ગ્વાલિયરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભેંસે રસ્તા પર જ પોદળો (Dung) કરી નાખતા તેનો માલિક હેરાન પરેશાન થઈ ગયો. વાત જાણે એમ હતી કે નગર નિગમ તરફથી બનાવવામાં આવી રહેલા નવા રસ્તા ઉપરથી જ્યારે ભેંસ પસાર થઈ તો તેણે ત્યાં જ મસમોટો પોદળો કરી નાખ્યો. જેના કારણે ગ્લાલિયર નગર નિગમે ભેંસના માલિક પર 10 હજારનો દંડ ઠોકી દીધો.
ગ્વાલિયર નગર નિગમના ઝોનલ ઓફિસર મનિષ કનોજિયાએ જણાવ્યું કે ડીબી સિટી સુધી જતા રોડનું નવીનીકરણનું કામ ચાલે છે. આ દરમિયાન જ્યારે નગર નિગમ કમિશનર સંદીપ માકિન વિઝિટ કરવા માટે આવ્યા તો તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ભેંસોમાંથી એક ભેંસે રસ્તા પર પોદળો કરી નાખ્યો. જેના કારણે કમિશનર નારાજ થઈ ગઆ. તેમણે તત્કાળ અધિકારીઓને ભેંસના માલિક પર દંડ કરવાનો આદેશ આપ્યો.
કમિશનરના આદેશ બાદ નગર નિગમના ઓફિસરોએ તત્કાળ ભેંસના માલિકની ભાળ મેળવી અને તેના ઘરે પહોંચી ગયા. જ્યાં ડેરી સંચાલક બેતાલ સિંહ પર 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. જો કે બેતાલ સિંહે પણ પોતાની ભૂલ સ્વીકાર કરતા નગર નિગમ કાર્યાલયમાં આ દંડ ભરી દીધો.
શહેરના રસ્તાઓ પર ખુલ્લેઆમ ઘૂમે છે જાનવર
નગર નિગમ કમિશનરે ભલે નવા રસ્તા પર ભેંસના ગોબર કરવા પર ભેંસ માલિક પર દંડ ઠોક્યો હોય પરંતુ ગ્વાલિયરમાં આ રીતે જાહેરમાં જાનવરો ખુલ્લેઆમ ઘૂમે તે કોઈ નવી વાત નથી. જેના કારણે શહેરમાં અત્યાર સુધીમાં અનેક અકસ્માતો પણ થયેલા છે. જો કે નગર નિગમ અધિકારી મનિષ કનોજિયાનું કહેવું છે કે શહેરમાં ડેરી સંચાલકોને કડક સૂચના અપાઈ છે કે આ પ્રકારે રસ્તાઓ પર ગાયો કે ભેંસોને ઘૂમવા દેવી નહીં.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube